Shri Siddhachal 6 Gaon Yatra

શ્રી સિદ્ધગિરિની છ ગાઉની યાત્રા

શ્રી કૃષ્ણ મહારાજાના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિવર સાથે ફાગણ સુદ તેરસના દિવસે ભાડવાના ડુંગર પરથી મોક્ષે ગયા તેની પવિત્ર યાદમાં આ યાત્રા કરવામાં આવે છે. આ દિવસે ભાવયાત્રા કરવા માટે સિદ્ધગિરિનો પટ દર્શન મૂકવામાં આવશે. ચંદન તલાવડી, સિદ્ધશીલા, સિદ્ધવડ વગેરે પવિત્ર સ્થાનોને પણ યાદ કરી યાત્રાળુઓ વંદન કરે છે.  તો સૌ ભાવિકોને લાભ લેવા વિનંતિ. ઉપાશ્રયમાં મંગળવાર અને બુધવારે દર્શનનો લાભ મળશે.   

આ પર્વ નિમિત્તે ભક્તિપૂર્વક શ્રી આદિશ્વરદાદાને સુંદર અંગરચના કરવામાં આવશે. તો પ્રભુદર્શન અને આરતીનો પણ લાભ લેશો.